સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 26 August 2016

વાલી મુલાકાત



શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧૧/૧૨ વિજ્ઞાન પ્રવાહના તેમજ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે એક મુલાકાતનું આયોજન શાળામાં કેળવણી મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના ચેરમેનશ્રી, પ્રમુખશ્રી, વા.ચેરમેનશ્રી, મંત્રીશ્રી વગેરે ખાસ ઉપસ્થિત રહી વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આચાર્યશ્રીએ વાલીઓએ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા બાળકોની ધ્યાનમાં રાખવાજેવી બાબતોની ચર્ચા કરી હતી. સુપરવાઇઝરશ્રીએ અભ્યાસ અને પરીક્ષા સબંધી ચર્ચા કરી હતી. ઉપસ્થિત વાલીઓએ પણ મુક્ત મને સંવાદ કરી પોતાની મુંઝવણો દુર કરી હતી.        
                                                         તા.૨૦/૦૬/૨૦૧૬ તથા તા.૦૧/૦૭/૨૦૧૬

No comments:

Post a Comment