સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Monday, 22 December 2014

ગણિત સપ્‍તાહ

 ગણિત સપ્‍તાહ (તા.૧૬ થી ૨૨/૧૨/૨૦૧૪) 
શ્રીનિવાસ ઐયંગાર રામાનુજન (૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ થઇ ગયા. નાનપણથીજ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સીટી ગયા નહોતા.
તાજેતર માં ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ તેમની ૧૫૦મી જન્મતિથિ ઉજવવામા આવી હતી. ભારત સરકાર દ્વારા તા.૧૬ થી ૨૨ ડિસેમ્બર સુધી ગણિત સપ્‍તાહ ઉજવવાનું સૂચવવામાં આવ્યું હતું. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ, ક્વીઝ તથા નોટીશ બોર્ડના માધ્યમથી શ્રીનિવાસ રામાનુજનને અંજલી આપવામાં આવી હતી. શાળાના ગણિત શિક્ષક શ્રી મનીષ ટંડેલ, શ્રીમતી દિપીકા મહેતા તથા શ્રીમતી નિમીષા પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી.
તા.૧૬ થી ૨૨/૧૨/૨૦૧૪





No comments:

Post a Comment