સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Saturday, 30 April 2016

મંગલ ભાવના સમારોહ

મંગલ ભાવના સમારોહ
શાળાના નિવૃત્ત થતા સેવકભાઇ શ્રી ઠાકોરભાઇ સી. પટેલનો મંગલભાવના સમારોહ અ.ક.વિ.કે. મંડળના ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઇના પ્રમુખપણા હેઠળ શાળાના હોલમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી રતિલાલ પટેલ, મંત્રીશ્રી નટુભાઇ પટેલ, શ્રી ઠાકોરભાઇ પટેલના પરિવારજનો, શાળા કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. શાળાના આચાર્યશ્રી પ્રદિપકુમારે શ્રી ઠાકોરભાઇને શુભેચ્છા આપતાં એમની કાર્યશૈલી તેમજ ઉમદા વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. શાળાના શ્રીમતી શારદાબેન તથા શ્રીમતી દક્ષાબેને શાબ્દીક શુભેચ્છા પાઠવી હતી. ૩૧ વર્ષની દીર્ધકાલીન સેવાને શાળા દ્વારા શાલ, પુષ્‍પગુચ્છ તેમજ સમૃતિભેટ અર્પણ કરી બિરદાવવામાં આવી હતી. આભાર વિધી શ્રી અતુલભાઇ તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી મહેન્‍દ્ર કાપડીયાએ કર્યું હતું.       તા.૨૯/૪/૨૦૧૬



No comments:

Post a Comment