સરકારશ્રીના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ શાળામાં પી.એચ.સી. સેગવા તથા સુરત મેડીકલ
કોલેજની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓની તપાસણી તા.૨/૧૨/૧૪ ના રોજ તેમજ તા.૮/૧૨/૧૪
ના રોજ દરેક વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. વધુ તપાસ તેમજ વધુ
સારવાર માટે કેટલાક બાળકોને વલસાડ સિવિલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પી.એચ.સી.
સેગવાના શ્રી ચંદ્રકાંતભાઇ લાડ તથા સુરત સિવિલ હોસ્પીટલના ડો. રજનિકાંત પટેલ તથા
ડો.અમીત પોલારા દ્વારા આ બાળકોને યોગ્ય સારવાર તથા રોગના નિવારણના ઉપાય સૂચવવામાં
આવ્યા હતા. શાળામાં અ્ભયાસ કરતી વિદ્યાર્થીનીઓને ધનુરની રસી પણ મૂકવામાં આવી હતી.
Wednesday, 10 December 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment