ગુણોત્સવ-પ ના જિલ્લાકક્ષાના સરકારી પ્રતિનિધિ તરીકે વલસાડ
તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાની મુલાકત દરમ્યાન પ્રાથમિક શાળામાં ચાલતી
પ્રવૃત્તિઓ, શિક્ષણની અનેક પ્રવિધિઓ વિશે જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો. પ્રાથમિક
કે ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ અપાતું શિક્ષણ અને તેની પ્રણાલી અને ત્યારબાદ માધ્યમિક
કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ અપાતા શિક્ષણની પ્રણાલીમાં મોટાપાયે ગેપ જોવા મળ્યો.
સતત સર્વાંગી મુલ્યાંકનનો હેતુ ખુબ સરસ છે પરંતુ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક
કક્ષાએ વર્ગખંડમાં બાળકોની સંખ્યાને લઇ એ હેતુ સરતો નથી અથવા જોઇએ એવું પરિણામ
જોઇ શકાતું નથી. વ્યક્તિગત બાળકને સમજી એકે-એક વિદ્યાર્થીને પ્રાથમિક શાળામાં જે
પધ્ધતિથી શિક્ષણ કાર્ય કરાવવાનો પ્રયત્ન છે તે યોગ્ય છે અને વર્ગમાં ઓછા બાળકોને
લીધે કદાચ એ શક્ય પણ છે.
ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમ્યાન નાના બાળકો સાથે બાળક થઇ
તેમની શૈક્ષણિક પ્રગતિને અવલોકન કરવાની મઝા આવી. ઘણું શીખવા મળ્યું. સરકારશ્રીનો
ગુણોત્સવ બાબતનો અભિગમ યોગ્ય જ છે પરંતુ તે માત્ર પેપર પર જ ન રહે તો ઘણું સારું.
માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને આ કાર્યક્રમમાં સાંકળી સરકારશ્રીએ પ્રાથમિકશાળા
તથા માધ્યમિક શાળા વચ્ચે સમજણનું અંતર ઘટાડ્યું છે.
પ્રાથમિકશાળાઓના શિક્ષકોની મહેનત, લગન અને નિષ્ઠાથી
વિદ્યાર્થી હિતમાં કામ કરવાની વૃત્તિ ધન્યવાદને પાત્ર છે. વલસાડ તાલુકાની અબ્રામા
મુખ્ય શાળા, પારનેરા પારડીની વાંકી ફળિયા પ્રાથમિક શાળા તેમજ ખોખરા ફળિયા
પ્રાથમિક શાળાની મુલાકાત યાદગાર રહેશે. ખોખરા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતી સાહેબ તથા વલસાડ તાલુકા ધારાસભ્યશ્રી
ભરતભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીએ કાર્યને વધુ સફળ બનાવ્યું હતું. ....પ્રદિપ પટેલ
Date:20-21-22/11/2014
No comments:
Post a Comment