સાર્વજનિક માધ્યમિક
શાળા, ફણસવાડા વલસાડ તાલુકાના આદિવાસી પોકેટ વિસ્તાર અટગામ પોકેટમાં
આવેલી ૭૮ ટકા આદિવાસી બાળકોની શિક્ષણભૂખને સંતોષવાનો ઉમદા પ્રયાસ કરતી સંસ્થા છે.
મર્યાદિત ભૌતિક સુવિધાઓ વચ્ચે ધોરણ-૯ થી ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન
પ્રવાહ) નું શિક્ષણ આપતી આ વિસ્તારની એકમાત્ર સંસ્થા છે. છેલ્લા છ દાયકાથી આ
વિસ્તારના આદિવાસી બાળકોને શિક્ષિત કરી જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન
અપાવ્યું છે.
તા.૮/૬/૨૦૧૨ થી શાળાના આચાર્ય તરીકે
જ્યારે જવાબદારી સ્વીકારી ત્યારે શાળાના ઘણાં બધાં પાંસાને વ્યવસ્થિત તેમજ
અસરકારક રીતે શૈક્ષણિક બાબતોમાં ઉપયોગ કરવો પડકાર હતો. મર્યાદિત ઇન્ફ્રાસ્ટક્ચરનું સુવ્યવસ્થિત
આયોજન કરી મહત્તમ રીતે શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવું અને જરૂરી ભૌતિક સુવિધાઓ
વધારવાનો પ્રયાસ કરવાનો હતો. કેળવણી મંડળના વડીલો તત્કાલીન ચેરમેનશ્રી ઠાકોરભાઇ
જી. પટેલ તેમજ પ્રમુખશ્રી રતીલાલ એસ. પટેલના આશિર્વાદ તેમજ માર્ગદર્શન દરેક કાર્ય
સરળ કરવામાં ઉપયોગી નીવડ્યા હતા. કેળવણી મંડળના સક્રિય સભ્યોના સથવારે શાળાની
કામગીરી અને ભૌતિક વિકાસની હરણફાળ ચાલુ થઇ. સન્માનનીય દાતાઓ અને શુભેચ્છકોના
સહયોગથી આ હરણફાળ વણથંભી છે. શૈક્ષણિક બાબતોનો વિકાસ પણ શાળાના પરિણામમાં જોઇ શકાય
છે. આ સિધ્ધીની શરૂઆતના શિલ્પીઓમાં કેળવણી મંડળની સાથે-સાથે મારા શાળા પરિવારનો
સાથ અવર્ણનીય છે.
અટગામ-કલવાડા વિભાગ કેળવણી મંડળના નવનિયુક્ત
ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઇ પટેલના સાથે સોનામાં સુંગધ ભેળવી છે. આજના સમયની સાથે શાળાના
શિક્ષણને સાંકળવાના અમારા પ્રયત્નોને તેમના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચ ધ્યેયને પ્રતાપે
વેગ મળ્યો છે. અત્યાધુનિક તકનીકથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મળતી
સુવિધાઓ જેવી જ સુવિધાઓ આ આદિવાસી બાળકોને મળે એવા ધ્યેયને પ્રોત્સાહન મળ્યું છે.
આ બ્લોગ શરૂ કરવાનો આશય અમારી પ્રવૃત્તિઓ,
અમારા કાર્યો, અમારા વિચારોને આપની સાથે શેર કરવાનો છે, આપના અભિપ્રયો, સૂચનો પ્રાપ્ત
કરવાનો છે. આપના વિચારો, સૂચનો, અભિપ્રાયો
comments રૂપે આપી શકો છો, અમને
પ્રોત્સાહિત કરી શકો છો.
આપના સહકારની
આપેક્ષા સાથે આભાર.
આપનો
પ્રદિપ પટેલ
No comments:
Post a Comment