Sarvajanik Madhyamik Shala, Fanaswada
Thursday, 22 September 2016
આરોગ્ય શિબિર..........
બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યના હેતુથી પી.એચ.સી. સેગવાના સહયોગથી શાળામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.એચ.સી. સેગવાના શ્રી ચંદ્રકાંત લાડ તથા તેમની ટીમે શાળાનાા તમામ વિદ્યાર્થીઓને કૃમિ વિશે વાતો કરી તેની દવાનું વિતરણ કર્યું હતું. તેમજ નર્સ બહેનોએ તમામ વિદ્યાર્થીનીઓને ધનુરની રસી તેમજ આયર્નની ગોળીનું વિતરણ કર્યું હતું. તા.૧૪/૧૬-૦૯/૨૦૧૬
બાળ વૈજ્ઞાનિકોની એસ.વી.એસ. કક્ષાના ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાંં રજુઆત
એસ.વી.એસ. કક્ષાના ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૬માં શાળામાં શાળાએ વિભાગ-૫માં નિંદણ નાશક યંત્રનું મોડેલ મુકી ભાગ લીધો હતો. શાળાના બાળ વૈજ્ઞાનિક યાદવ રવીકુમાર અને મહાતો મનબીરેે શાળાના મદદનીશ શિક્ષિકા શ્રીમતી દિપિકાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શનમાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સૌને શાળા પરિવારના અભિનંદન...................... તા.૦૯/૦૯/૨૦૧૬
શિક્ષક દિન ઉજવણી.........
ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનની જન્મ જયંતિની ઉજવણીના ભાગ રુપે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોનો શિક્ષક તરીકેનો અવિસ્મરણીય રોલ ભજવવાનો હોય અનેરા ઉત્સાહથી શાળામાં પૂર્વ તૈયારીઓ સાથે આવ્યા હતા. શાળાના મદદનીશ શિક્ષક શ્રી યોગેશભાઇ, વિદ્યાર્થીની કુ નીશા તેમજ આચાર્યશ્રી પ્રદિપકુમારે આ ખાસ દિનની વિશેષતાઓની વાતો કરી હતી. બાળકોનો ઉત્સાહ કાર્યક્રમની સફળતાનો સૂચક હતો. તા.૩/૮/૨૦૧૬
શેરી નાટક......
બાળકોની કલામાં રૂચી વધે તેમજ સારા સંસ્કાર અને મુલ્યોનું સિંચન થાય તે હેતુથી સ્વાધ્યાય પરિવાર, ભદેલી જગાલાલાના સહયોગથી સુની રાહે થમતી બાંહે...નામનું શેરી નાટક રજુ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ પોતાનું જ ન જોઇ, નિસ્વાર્થી બની જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો...... ધુમકેતુનું સુંદર વાક્યની યાદ તાજી કરાવી હતી..... મનુષ્ય જો પોતાની દ્રષ્ટી છોડી બીજાની દ્રષ્ટીથી જોતો થઇ જાય તો જગતના અડધાં દુઃખો દુર થઇ જાય.. સ્વાધ્યાય પરિવારના મિત્રોનો આભાર...... તા.૩૧/૮/૨૦૧૬
Friday, 26 August 2016
સ્વાતંત્ર્ય દિન
સ્વાતંત્ર્ય
દિનની ઉજવણી રીટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી નગીનભાઇ પરમારના હસ્તે ધ્વજારોહાણ કરી
કરવામાં આવી હતી. કેળવણી મંડળના હોદ્દેદારો, ગ્રામજનો તેમજ શાળા પરિવારના સભ્યોએ
ખુબજ ઉત્સાહથી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. ઉપસ્થિત મહેમાને તેમના
પ્રવચનમાં આ અમુલ્ય આઝાદીને પોતાના સારા કર્મોથી સાચવીને રાષ્ટ્રને સમર્પિત રહી
જીવન જીવવાની સલાહ આપી હતી. તા.૧૫/૮/૨૦૧૬
સ્વાતંત્ર્ય
દિનની ઉજવણી બાળકોની સ્ટાઇલમાં........
સ્વાતંત્ર્ય
દિનની ઉજવણી દરમ્યાન રજુ થયેલ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ.....
Subscribe to:
Posts (Atom)